Friday, October 21, 2011

તો હું કોણ?

ગયા અંકનો સવાલ: 
ચાલો આજે થોડું પાણી માપીએ ! 
તમારી પાસે બે વાસણ છે.  તમે નદી કિનારે બેઠા છો. એક વાસણમાં  પાંચ લીટર પાણી સમાય છે. બીજા પાત્રમાં ૩ લીટર પાણી સમાય છે. હવે તમારે એક લીટર પાણી માપીને લેવું  છે. કેવી રીતે માપશો ૧ લીટર પાણી ?

ઇઝી ?! સારું ચાલો તો હવે ૪ લીટર પાણી કેવી રીતે માપશો ?


ચાલો જોઈએ તમારું પાણી !!
 

જવાબ:

આ સવાલનો જવાબ શોધવાનું ખુબ જ સરળ હતું અને એટલે અમને ઢગલાબંધ જવાબો મળ્યા. બધાં વાંચકોને ધન્યવાદ. 

પ્રથમ પાંચ જવાબો મોકલનાર વાંચકો આ મુજબ છે.
ડો. મુકુર ખાખરીયાવાળા 
ડો. ડી. એમ. કગથરા, મોરબી 
ધર્મેશ પટેલ 
ઋત્વિક પટેલ  અને 
હર્ષદકુમાર  ઓઝા, મહેસાણા , જેમણે નીચે મુજબ છણાવટ લખી મોકલી છે, બોનસ સ્વરૂપે એક શેર પણ !!

 ધારો કે ૩ લીટરનું પત્ર અ છે અને ૫ લીટરના પાત્રને બ નામ આપીએ.

.          પ્રથમ ૩ લીટર વાળા પાત્રમાં સંપૂર્ણ પાણી ભરી ૫ લીટર વાળા પાત્રમાં રેડો       

           પરિણામે પાત્ર અ (૦+૩=૩) લીટર અને પાત્ર બ માં (૩-૩=૦) લીટર પાણી રહેશે.

.          ફરીથી ૩ લીટર વાળા પાત્રમાં સંપૂર્ણ પાણી ભરી ૫ લીટર વાળા પાત્રમાં રેડો 

    પરિણામે પાત્ર અ માં (૩+૨=૫) અને પાત્ર બ માં (૩-૨=૧) લીટર પાણી રહેશે.

.          હવે ૫ લીટર વાળા પાત્રને  સંપૂર્ણ ખાલી કરો

      પરિણામે પાત્ર અ માં  (૫-૫=૦) અને પાત્ર બ માં (૧=૧) લીટર પાણી રહેશે. જે આપણા પહેલા કોયડાનો જવાબ છે.

.          હવે ૩ લીટર વાળા પાત્રમાં વધેલ ૧  લીટર પાણી ૫ લીટર વાળા પાત્રમાં રેડો.

     પરિણામે પાત્ર અ માં  (૦+૧=૧) અને પાત્ર બ માં (૧-૧=૦) લીટર પાણી રહેશે.

.          હવે ફરીથી ૩ લીટર વાળા પાત્રમાં સંપૂર્ણ પાણી ભરી ૫ લીટર વાળા પાત્રમાં રેડો

     પરિણામે પાત્ર અ માં  (૧+૩=૪) અને પાત્ર બ માં (૧-૧=૦) લીટર પાણી રહેશે. જે બીજાંકોયડાનો જવાબ છે.


મ્રુગજળનુંય માન રાખવા પાછો ફર્યો છું હું 
નહીંતર તો ઘાટ-ઘાટના પાણી પીધા છેં મેં. 



End Games
વિષય: ગણિત 
ગહનતા : ૩/૫
૧) હું ચાર આંકડાની સંખ્યા છું. મારો બીજો આંકડો ત્રીજા આંક કરતાં બમણી કિંમત ધરાવે છે. મારા બધાં આંકનો સરવાળો મારા છેલ્લા અંક કરતા ત્રણ ઘણો છે. મારા છેલ્લા બે અંકોનો ગુણાકાર, મારા બીજાં અને ત્રીજા અંકોના રેશિયો (ભાગફળ)  કરતાં ૧૨ ઘણો મોટો છે. તો હું કોણ છું?!




વિષય: લોજીક 
ગહનતા : ૩.૫ /૫ ૨) આ સીરીઝમાં, કયો આંક મુકશો ખાલી જગ્યામાં ?
૧, ૧૧, ૨૧, ૧૨૧૧, ૧૧૧૨૨૧, ________
જવાબ ક્યાં મોકલશો?


તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh.bhalala@gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala.com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો. લખ્યા તારીખ : ૨૧/૧૦/૧૧ 

No comments: