Saturday, November 21, 2009

સચિન તેંડુલકર




ક્રિકેટરોય સચિન તેંડુલકરની વાત કરે ત્યારે કેવી સાહિત્યિક ઊંચાઈ લાવી શકે છે ?

મેથ્યૂ હૅડન : મેં પરમેશ્વરને જોયા છે. એ ઇન્ડિયામાં ચોથા ક્રમે બૅટિંગ કરવા આવે છે.

ઍન્ડી ફલાવર :  દુનિયામાં બે જ પ્રકારના બૅટસમૅનો હોય છે. એક સચિન જેવા અને બે, બાકીના બધા.

વકાર યુનિસ : દાદાજીની લાકડી વડે પણ સચિન પેલો લૅગ-ગ્લાસ રમી શકે છે.

માર્ક ટેલર : અમે ચૅન્નઈની ટેસ્ટ (૧૯૯૭) ભારત નામના દેશ સામે નહોતા હાર્યા....સચિન નામના માણસ સામે હાર્યા હતાં.

હાશિમ અમલા : ઇન્ડિયાના કોઇ વિમાનમાં તમે બેઠા હો, એમાં સચિન પણ હોય, તો કોઈ તમારો વાળ પણ વાંકો ન કરી શકે !
(અશોક દવેની બુધવારની બપોરેની સિક્સર ૧૮/૧૧/૨૦૦૯ )

અને  બીજા કેટલાકના પણ..

અબ્દુલ કાદીર: મારા શ્રેષ્ઠ કાર્યકાળ દરમિયાન દુનિયાના બેસ્ટ બેટ્સમેન મારા બોલને મારતા પહેલા બે વાર વિચારતા એ સમયે જયારે મેં સચિનને લલકાર્યો  અને એમણે જે રીતે મારો પડકાર ઝીલ્યો ત્યારે જ મને એમનામાં સ્પેશીયલ બેટ્સમેનના દર્શન થઈ ગયા હતા.

સ્ટીવ વોઘ: સદીમાં એકાદ જ સચિન પાકે. એ અમારા સમયનો બ્રેડમેન છે. તમારા નાક પાસેથી મેચ એકદમ ઝડપથી છીનવી શકે છે.


કરુણ ચંડોક (ફેમસ રેસર) : એમના એફ૧ રેસના જ્ઞાનથી હું વિસ્મય પામું છું.

નારાયણ કાર્તિકેયન ( ફેમસ રેસર): મારી સ્પોર્ટ્સ કેરિયરના દરેક નિર્ણય એમની સલાહથી લઉં છું.

કિરણ મોરે: એમને ઉંઘમાં પણ અપીલ કરતા સાંભળ્યો છે.

મનોજ તિવારી:  મારી ઇન્જરી વખતે મને ડોક્ટર તો સજેસ્ટ કર્યા જ પણ સાથે સાથે લંડનની ટિકિટનું અરેન્જમેન્ટ પણ કરી આપ્યું.

અમિતાભ બચ્ચન : અમારું શુટિંગ બંધ રાખીને પણ  સચિનને રમતો જોયો છે.

દીપ દાસગુપ્તા:  ત્રીનીદાદમાં સચિન,  એસ એસ દાસ અને હું ટેક્સીમાં જતી વેળાએ સચિન કેબ જોડે વાત કરતો હતો અને પૂછ્યું ક્રિકેટ ગમે છે ? ફેવરીટ ક્રિકેટર કોણ છે ? કેબે કહ્યું સચિન તેંદુલકર. અમે બધા હસી પડ્યા.

પ્રવીણ આમરે : સચિન ૧૨ વર્ષનો હતો ત્યારે અમે પહેલી વખત મળ્યા હતા. અમારા સર રમાકાંત આચરેકરે ભાગ્યે જ કોઈના વખાણ કરતાં, બે સારા શબ્દો સાંભળવા અમારો દમ નીકળી જતો. તેન્દુલકરને એમણે પહેલા જ દિવસે કહેલ આ છોકરો ખુબ મોટી સિદ્ધિ મેળવશે.


સચિન તેડુલકર: કૈફું ( મહમ્મદ કૈફ), મેદાનમાં આટલું ફાસ્ટ ના દોડ. તું અહીં કાર્લ લુઇસ બનવા નથી આવ્યો પણ મીડલમાં આવી સારો સ્કોર કરવા છે.

( આ વેબસાઈટ  પરથી સાભાર)








1 comment:

Anish Patel said...

મજા પડી ગયી સર...