Thursday, July 30, 2009

સમાજ, સરકાર અને ડોકટરો

હમણા જુનિયર ડોકટરોની હડતાલ ચાલે છે, ગરીબો સરકારી હોસ્પિટલોને બદલે ખાનગી દવાખાનાઓ તરફ વળ્યા છે અને મસમોટી સરકારી હોસ્પિટલો ખાલી રહે છે. વાંધો આ હોસ્પિટલો ખાલી રહે એનો ના હોય પણ ગરીબ લોકો યોગ્ય સારવાર ના પામે કે ખાનગી દવાખાનાઓમાં જઈ મોટા દેવામાં ઉતરી જાય એની સામે આપણે સવિનય વિરોશ નોંધાવવો રહ્યો. જપન પાઠકે એનો વિરોધ હડતાલના શરૂઆતના દિવસોમાં જ આક્રમક અને યોગ્ય રીતે નોંધાવ્યો જ છે. (જપનના બ્લોગની નોંધ દરેક રાજકીય માંધાતાઓ લેતા જ આવ્યા છે એ એક આડવાત નોંધવી રહી.)

ગરીબ પ્રજાનો સામાન્ય રીતે કોઈ ગોડફાધર હોતા નથી સિવાય કે આ પ્રશ્ન પોલીટીકલ સ્વરૂપ ધારણ કરે. આપણે ત્યાં અમુક વર્ગને ખાસ સ્ટેટસ અને પ્રાધાન્ય મળે છે જેવા કે રાજકારણીઓ, ડોકટરો, શિક્ષકો, વકીલો, સાધુ મહાત્માઓ. ( અહીં પબ્લીસીટીની વાત નથી નહિ તો ફિલ્મી સિતારા અને રમતવીરો પણ આ લીસ્ટમાં આવત). સમાજ આ વર્ગોને માનભરી નજરે જુએ છે. પણ સામા પક્ષે આ મળેલાં માંનામોભાને બરાબર અનુસરવાની જવાબદારી પણ ખરી. જો એમાં પાર ના ઉતરી શકે તો સમાજે ગીયર બદલવાની જરૂર ખરી.

ગરીબ પ્રજાના માંદગીઓ અવગણી પગારને પ્રાધાન્ય આપતા આ ડોકટરોનો વિશિષ્ટ દરજ્જો એના પ્રોફેશનલ અપ્રોચથી છીનવાય જવો જોઈએ. પગાર વધારો માંગવો એ કઈ ખોટી બાબત નથી પણ એની પ્રાયોરીટી સારવારથી આગળ ના હોઈ શકે.

સરકાર પક્ષે પણ ( જેમ દરવર્ષે ધારાસભ્યોનો પગારવધારો ચુપચાપ વિધાનસભામાં પાસ કરી દેવાય છે એમ ) ડોકટરોના વેતન ચુપચાપ મોંઘવારી અને બીજા રાજ્યોની સમકક્ષ કરી આપવા જોઈએ આવી બાબતે ડોકટરોને માંગણી કરવાનો અવસર જ ના આપવો જોઈએ.

No comments: